Zanzariya Hanumanji Mandir, Adhewada, Bhavnagar, Gujarat
About Zanzariya Hanumanji Mandir
દેવ હનુમાન કળિયુગમાં સૌથી શીઘ્ર ફળ આપનાર દેવ માનવામાં આવે છે. કહેવાય છે કે તેમના કોઇપણ એક સ્વરૂપના દર્શન એક વાર કરી લો તો જીવનની તમામ આધિ વ્યાધિ ઉપાધિ ટળી જાય છે. આવા જ કલ્યાણકારી સ્વરૂપના દર્શન કરવા આવો જઇએ ભાવનગરના આધેવાડા ગામ કે જ્યાં દેવ હનુમાન બિરાજે છે જે ઝાંઝરિયા હનુમાનના નામે..આવો આ મંદિરનો મહિમા જાણીએ…
સામાન્ય રીતે દેવ હનુમાનનુ સ્મરણ માત્ર જ જાતકની તમામ મુશ્કેલીઓના અંત માટે પર્યાપ્ત હોય છે..તેવામાં જો તેમના કોઇ પાવન સ્વરુપના દર્શન થઇ જાય તો જીવન ધન્ય થઇ જાય છે..અને અહીં ઝાંઝરીયા હનુમાન મંદિરમાં દર્શને આવતા ભક્તો પણ આ જ દિવ્ય ધન્યતાની અનુભુતિ કરતા નજરે પડે છે..
આ મંદિર ભલે એક નજરે જોતા એટલુ વિશાળ ન લાગે પરંતુ આ મંદિરમાં આવતા ભક્તોનો જમાવડો તે વાતની સાબિતી છે કે આ મંદિરમાં ભક્તોની કેટલી શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે. મંદિરમાં દર્શ...