Wednesday, January 22

Ambaji Temple Timing Online Registration Reopen 1st Feb 2022

Good News of Devotee of Shri Arasuri Ambaji Mata Devsthan Trust. Temple Reopens After 15 Days on 1st Feb 2022.

Need to Follow Gov Restriction.

Online Darshan Registration of Ambaji Temple:-

Ambaji temple Online Registration Available on http://www.ambajitemplebooking.in/public/registeration

Online Registration Capacity of Ambaji Temple:-

150 person Allowed per Slot.

Latest Temple Timing of Ambaji Temple:-

Morning 07:00 AM to 11:30 AM

Afternoon 12:30 PM to 04:15 PM

Evening 07:00 PM to 09:00 PM

Ambaji-Temple-Timing-online-registration
Ambaji-Temple-Timing-online-registration

Latest Guideline of Ambaji Temple Open 1st Feb 2022:-

  • કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ તેના સંક્રમણને નિયંત્રણમાં લેવાના થતા નિવારાત્મક પગલાઓ સંદર્ભે ગુજરાત સરકારશ્રીના તા.૧૧/૧/૨૦૨૨ અને તા. ૨૧/૧/૨૦૨૨ના નિયંત્રણો અન્વયે અંબાજી મંદિર, ગબ્બર મંદિર તથા પેટા મંદિરો તા.૩૧/૦૧/૨૦૨૨ સુધી દર્શન માટે બંધ રાખવામાં આવેલ.
  • તા.૨૮/૦૧/૨૦૨૨ થી ગુજરાત સરકારશ્રી ગૃહવિભાગના હુકમ અન્વયે વિવિધ નિયંત્રણો તા ૨૮/૦૨/૨૦૨૨ સુધી લંબાવવામાં આવેલ છે. જેમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૧૫૦ વ્યક્તિની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઇ શકે તેવા નિયંત્રણો મુકવામાં આવેલ છે. તેથી તા. ૦૧/૦૨/૨૦૨૨ ને મંગળવારથી નીચે મુજબની દર્શન વ્યવસ્થા શરુ કરી અંબાજી મંદિરના દર્શન કોવીડ ૧૯ ની ગાઈડલાઈનને અનુસરીને શરુ કરવામાં આવશે. યાત્રાળુઓ માટે દર્શનનો સમય સવારે ૭:૩૦ થી ૧૧:૩૦, બપોરે ૧૨:૩૦ થી ૪:૧૫ અને સાંજે ૭:૦૦ થી ૯:૦૦ કલાકનો રહેશે.
  • ૧૮ વર્ષથી ઉપરના તમામ દર્શનાર્થીઓએ ફરજીયાત ઓનલાઇન બુકિંગ કરાવવાનું રહેશે.
  • દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઈટ www.ambajitemplebooking.in અથવા www.ambajitemple.in 
  • ઉપર ૧૮ વર્ષથી વધુ ઉંમરના દરેક દર્શનાર્થીએ વ્યક્તિદીઠ બુકિંગ કરવાનું રહેશે.
  • ઉપરોક્ત વેબસાઈટ પર યાત્રિકે જે તારીખે દર્શન કરવાના હોય તે નાખવાની રહેશે. . ત્યારબાદ ઉપલબ્ધ સ્લોટ અને ટાઈમ નિયત કરવાનો રહેશે.
  • યાત્રિકે પોતાનું નામ,મોબાઈલ નંબર, ઈ મેલ, આઈ ડી પ્રૂફ,જેવી વિગતો ભરવાની રહેશે. • ત્યારબાદ વેક્સીનના બંને ડોઝ લીધા અંગેનું સર્ટિફિકેટ ફરજીયાત અપલોડ કરવાનું રહેશે
  • સફળતા પૂર્વક ઓનલાઇન બુકિંગ કર્યેથી દર્શન પાસ ઈ મેલ ઉપર તેમજ પી.ડી.એફ માં પ્રાપ્ત થશે. જે પાસ સોફ્ટકોપી અથવા હાર્ડ કોપીમાં દર્શન પ્રવેશ દ્વાર પર રજુ કરવાનો રહેશે. * ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિએ કોવીડ – ૧૯ રસીના બંને ડોઝ લીધેલ હશે તો અને તો જ દર્શન માટે પ્રવેશ મળશે
  •  દરેક પ્રવેશાર્થીએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે
  • ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક યાત્રિકે (યાત્રી પ્લાઝા)દર્શન પ્રવેશ સ્થળ ઉપર ઓનલાઈન દર્શન બુકિંગ પાસ અને વેકસીનના બે ડોઝ લીધા અંગેનું પ્રમાણપત્ર સોફ્ટકોપી અથવા હાર્ડકોપીમાં ફરજીયાત રજુ કરવાનું રહેશે
  • ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક યાત્રિકે ફરજીયાત વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિદીઠ ઓનલાઈન બુકિંગ કરવાનું રહેશે.
  • ૧૫ વર્ષ થી ૧૮ વર્ષની ઉંમરના સગીરોએ પણ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • દર કલાકના ઓનલાઈન સ્લોટમાં વધુમાં વધુ કલાક દીઠ ૧૫૦ યાત્રિકોને જ દર્શન માટે પ્રવેશ મળી શકશે.
  • ૧૫ વર્ષ થી નાના સીર તેમજ બાળકોને પ્રવેશ સ્થળ(યાત્રી પ્લાઝા) ઉપર તાપમાન ચકાસણી કરી પ્રવેશ આપવામાં આવશે.
  • ૬૫ વર્ષથી વધુ ઉંમરના સીનીયર સીટીઝન, દિવ્યાંગો અને નાના બાળકો પોતાના ઘરે જ રહી માતાજીની પૂજા અર્ચના કરે તેવી નમ્ર અપીલ છે

હાલની આ પરિસ્થિતિમાં આપ સૌએ આપેલ સહકારને જીલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી બિરદાવે છે. તેમજ તા.૧/૨/૨૦૨૨ થી દર્શન માટે કરેલ વ્યવસ્થામાં આપ સૌ સહકાર આપો તેવી નમ્ર અપીલ છે. આપણે સૌ આ મહામારીમાંથી સમગ્ર વિશ્વ મુક્ત થાય તેવી માં અંબેના ચરણોમાં પ્રાર્થના કરીએ. જય અંબે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *