Junagadh collector Rachit Raj has officially declared that the Lili parikrama at Girnar in Junagadh this year will take place within the limit of 400 persons involving only the sadhus, as per the current covid-19 guidelines.
It will take place from Kartak sud Ekadashi on 14th November to Kartik Punam on 19th November. It has been decided that only the sadhus will join the Lili parikrama and the persons from any political parties or social organizations will not be allowed in it.
A meeting of officials, incumbents, and sadhus was arranged on 27th October 2021 at the collector office in which a common opinion was given by attendees that the Lili parikrama should be arranged symbolically in the limit of 400 persons involving only the sadhus as per covid-19 guideline this year.
Girnar Lili Parikrama 2021 Date
It will take place from Kartak sud Ekadashi on 14th November to Kartik Punam on 19th November.
Girnar Lili Parikrama 2021 News
Junagadh collector Rachit Raj has officially declared that the Lili parikrama at Girnar in Junagadh this year will take place within the limit of 400 persons involving only the sadhus, as per the current covid-19 guidelines.
Girnar Lili Parikrama Kilometer
Here are the individual distances of places located on the map. 36 KM. long parikrama route: ‘Bhavnath’ to ‘Zina Bava Ni Madhi’ = 12 Kms. ‘Zina Bava Ni Madhi’ to ‘Malvela’ = 8 Kms ‘Malvela’ to ‘Bordevi’ = 8 Kms. ‘Bordevi’ to ‘Bhavnath’ = 8 Kms.
બે વર્ષ બાદ લીલી પરિક્રમાને મળી મંજૂરી, માત્ર 400 લોકો જોડાઈ શકશે
જૂનાગઢઃ આગામી 14 તારીખ અને રવિવારના દિવસે કારતક સુદ અગિયારસે મધ્યરાત્રિના સમયે ગરવા ગિરનારની પ્રાચીનતમ લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે. આ વખતે પણ માત્ર 400 સાધુસંતોની હાજરીમાં પ્રતીકાત્મક પરિક્રમા કરવાને લઈને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાધુસંતો અને અન્ય સામાજિક અગ્રણીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય કર્યો હતો. જે નિર્ણયને રાજ્ય સરકારે પણ અનુમોદિત કરીને જૂનાગઢ જિલ્લા કલેકટરને અંતિમ નિર્ણય કરવા આદેશ કર્યો છે. જે મુજબ આગામી 14મી તારીખ અને રવિવારની મધ્યરાત્રિએ માત્ર સાધુસંતો જ ગિરનારની લીલી પરિક્રમા પરિપૂર્ણ કરવા માટે પ્રસ્થાન કરશે.
જૂનાગઢના સામાજિક લોકોએ પરિક્રમા વીઆઈપી કલ્ચરની ન બને તે જોવા કલેકટર તંત્રને કર્યો અનુરોધ
જૂનાગઢના લોકો ઘણાં વર્ષથી ગિરનારની લીલી પરિક્રમાના આયોજનમાં સહભાગી બનતા આવ્યાં છે ત્યારે જૂનાગઢના યુવાન સામાજિક અગ્રણી જગત અજમેરાએ પણ જૂનાગઢ જિલ્લા કલેકટરના નિર્ણયને આવકારતાં ચિંતા વ્યક્ત કરી છે કે જે પ્રકારે શિવરાત્રીના મીની કુંભ મેળામાં મેળો ધાર્મિક ઓછો અને વીઆઈપી કલ્ચરવાળો વધુ બની ગયો હતો તે રીતે પ્રતીકાત્મક લીલી પરિક્રમા ન બની જાય. માત્ર સાધુ સંતો પૂરતી જ મર્યાદિત રહે તે જોવાની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર કરે. સાધુસંતોની સાથે અન્ય કોઈ વ્યક્તિ પરિક્રમા માર્ગ પર પ્રવેશ ન કરે તેવી સાવચેતી રાખવાની અનુરોધ કર્યો છે. તો સાધુસંતો સાથે અન્ય લોકો પણ 400 ની મર્યાદામાં પરિક્રમા માર્ગ પર પ્રવેશ કરશે તો અન્ય લોકોને પણ પ્રવેશ કરવાની મંજૂરી દેવાની જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની બની રહેશે.
ઉતારામંડળે તમામ સંસ્થાઓને પત્ર દ્વારા પરિક્રમામાં ઉપસ્થિત ન રહેવા કર્યો અનુરોધ
દર વર્ષે યોજાતી આવતી ગિરનારની લીલી પરિક્રમાના 35 કિલોમીટર સુધીના લાંબા માર્ગ પર સ્થાનિક ઉતારામંડળ દ્વારા લોકોને ભોજન પ્રસાદ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય છે. ત્યારે ઉતારા મંડળના કાર્યવાહક પ્રમુખ ભાવેશ વેકરીયાએ જણાવ્યું કે ઉતારામંડળ સાથે સંકળાયેલા કોઇપણ વ્યક્તિઓ પરિક્રમા માર્ગ પર ન પહોંચે તેને લઈને પત્ર દ્વારા જાણ પણ કરી દેવામાં આવી છે. એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેનો ઉતારામંડળના પ્રત્યેક વ્યક્તિઓએ આદર સન્માન સાથે ચુસ્ત અમલ કરવાનો રહેશે.
વિશ્વ હિન્દુ સંગઠન નારાજ
સામાન્ય રીતે જૂનાગઢમાં લીલી પરિક્રમામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યાં આ વર્ષે માત્ર 400 લોકોને જ પરિક્રમા માટે પરવાનગી આપવામાં આવી છે. હવે આ ચાર સો લોકોમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે તેનો નિર્ણય સાધુ,સંતો અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ મુદ્દે બેઠક બાદ વિશ્વ હિન્દુ સંગઠને નારાજગી પણ વ્યક્ત કરી છે. સંગઠને આ અંગે કહ્યું છે કે, માત્ર ફોર્માલિટી માટે આ બેઠક કરવામાં આવી હતી.
ગત વર્ષે પરિક્રમાના ગેટ પાસે પૂજન વિધિ કરી હતી
જોકે, ગત વર્ષે ગરવા ગિરનારની લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લગ્યું હતુ. કોરોનાના વધતા કેસને કારણે ગત વર્ષે લીલી પરિક્રમા બંધ રાખવામાં આવી હતી. જોકે, પરંપરા તૂટે નહીં તે માટે પરિક્રમાના ગેટ પાસે પૂજન વિધિ કરી પરિક્રમાનું ધાર્મિક મહત્ત્વ (Importance of Lili Parikrama) જળવાઈ રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
10 લાખથી વધુ લોકો અહીં આવે છે
દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે 10 લાખથી વધુ ભાવિકો જૂનાગઢ (Junagadh) આવતા હોય છે. ભાવિકો અહીં ગિરનાર અભ્યારણ્યમાં અતિ કઠીન એવી 36 કિલોમીટરની પરિક્રમા ચાલીને કરતા હોય છે. લોકો ત્રણ રાત અને ચાર દિવસ સુધી ચાલીને પરિક્રમા પૂર્ણ કરતા હોય છે.
લીલી પરિક્રમાનું જાણો મહત્ત્વ
નોંધનીય છે કે, ગિરનારને કેન્દ્રમાં રાખીને તેની ફરતે કરવામાં આવતી પ્રદક્ષિણા એટલે લીલી પરિક્રમા. એવું માનવામાં આવે છે કે, ગઢ ગરવા ગિરનારમાં વસતા 33 કરોડ દેવતાઓના તપનું પુણ્ય ગિરનારની પરિક્રમા કરવાથી મળે છે. આમ જોઈએ તો, જૂનાગઢમાં વર્ષમાં બે વખત માનવ મહેરામણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. એક મહાશિવરાત્રીનાં મેળા દરમિયાન અને બીજું ગિરનારની લીલી પરિક્રમા વખતે.